10 January 2014

હકારાત્મક્તા આવી જશે કે થયુ ,એવુ નથી.એનુ સ્થાન ક્યારેય સ્થિર હોતુ નથી.દરેક વખતે નવોએકડો”.
પરિસ્થિતિ જોડે આપણા મન ની દશા સતત બદલાયા કરવા ની,અને જો ઉપર-ઉપર ની હકારાત્મક્તા હશે તો જરૂર અખૂટ યત્ન માંગશે અને તે કર્યા છતા પણ મળશે જરુરી નથી.
પરિસ્થિતિ ને જોવાનો એની જોડે ના સંબંધ નો વ્યુહ હકારાત્મક્તા  હોય તે પુરતુ નથી.
આપણા ભીતર થી હકારાત્મક્તા નો નાદ આવવો જોઇએ.
પ્રયત્ન જરુરી અને પ્રાથમિક હોય છે.મેળવેલી હકારત્મક્તા તો તેનુ માત્ર ફળ છે,તેતો દ્વિતિય શ્રેણી મા મુકાય.
અહી સાધન અને સાધ્ય નો તર્ક આપણે ગુચવશે,પણ જ્યાસુધી સાધાના ની સ્થિતિ છે ત્યાં સુધી  પ્રયત્ન મુખ્ય છે.
પછી થી સ્રુષ્ટિ ના નિયમ મુજબ જો સાધક ના પ્રયત્ન નક્કર,યથાયોગ્ય  હશે તો અવશ્ય  સિધ્ધિ એટલે હકારત્મક્તા પરિણામ રૂપે આવશે .
એટલેકે દરેક સ્થિતિ વખતે હકારાત્મક્તા ને પ્રાથમિકતા નહી એના પ્રયત્ન ને પ્રથમિક્તા આપો.

No comments:

Post a Comment