20 August 2011

પાણી નો રેલો આવે ત્યારેજ ભીનુ-ભીનુ લાગે છે.

સમય છે, જીવન છે , બધુ બદલાય છે,
તળાવ થી નદી વધુ પવિત્ર મનાય છે.

પરિવર્તન, નિયમ છે એતો સંસાર નો,
ભૂતકાળ, વર્તમાન માંતો ક્યાં જીવાય છે?

અનુભવ વાકય ને ક્યારેય નહી છેતરે,
સમજ સામાન્ય હોય ત્યારે ક્યાં સમજાય છે?

જમાના ની ક્રુરતા, કે નથી કોઇ કોઇ નું,
વગર ચશ્મા એ મને ઝાખુ જોવાય છે.

હકારત્મકતા આભાસ નથી કારિગર નો,
ચરૈવેતિ-ચરૈવેતિ વેદ માં ગવાય છે.


--મનન ભટ્ટ(with absolute proud)

17 August 2011

અન્ધારા માથી જોવાતો પ્રકાશ.

માપવો નથી.

એને અનુભવવા મા જે લાગણી નો સંચાર થાય છે તે ખરો રોમાંચ છે.

એ જ ખરી ધન્યતા.

અને પછી જાણતા , માનતા ,અને માણતા હોવા છતા..........

ખુદા જોડે ખુદ નો સંવાદ....

"Trust me it cant xpress in these 26 alphabet."

02 August 2011

........

મૌન શબ્દો નુ નહી વિચારો નું છે. બસ સહજતા થી મૌન ને અનુભવવા માં મજા આવશે. તર્ક-વિતર્ક ને ફગાવી દેવામા મજા આવશે. ફેલાવા નું કામ છે પ્રવાહી નું. સ્નીઘ્નતા વગર ના ઘન ને અનુભવવા મા મજા આવશે.