21 September 2011

સુવર્ણ ઇતિહાસ જોવાતો થઇ ગયો.
અવરોધ સમ હુંજ ઉભો થઇ ગયો

વર્ષા ને કાગળમાં ખૂબી થી નિભાવતા
ભરેલી નોટ મા આજે કોરો થઇ ગયો.

હકીકત અને વિધાયક મા ગુચવાયો,
પછી બે શબ્દો અવગણતો થઇ ગયો.

બધુ નાટક કહુ હિંમત નથી મારી
ઇશારે હું તાળી વગાળતો થઇ ગયો.

શબ્દ માંગે પરિવર્તન એમાં નવુ શુ?
બસ ફરીથી દુખ ધુમાડો થઇ ગયો.

આ બદલાવ, પહેલા હું પ્રાથના બદલુ.
અને મને પરિચય પોતાનો થઇ ગયો.

શરીરે મન, મનન મા ગુચવાયોતો ,
રસ્તો પકડ્યો ને હું કિનારે થઇ ગયો.

-મનન ભટ્ટ.

09 September 2011

એકલો નથી

નાહોય સ્વીકાર પણ હું એકલો નથી,
ગાઢ અંધકાર ,પણ હું એકલો નથી,

પાત્ર હંમેશા નાટક માં બદલાવાનું,
ધારો કિરદાર પણ હું એકલો નથી.

હો ભલે ને જુદો જ મારો અભિગમ,
નાહો આવકાર પણ હું એકલો નથી.

સાચી વાત ને ફેરવે હકારત્મકતા
હોએ ઓમકાર પણ હું એકલો નથી.

આકાર થીતો કાયમ ધકેલાતો રહ્યો,
હાછું નિરાકાર પણ હું એકલો નથી.