28 June 2013

શબ્દો તો છે માત્ર બહાર થી ગુથણ,
અનુભૂતિ વગર ના થાય કોઈ સર્જન.

શબ્દો  લઇ જાય ફક્ત  ઉમલા  માળે,

ગગને મ્હાલવા એતો જોશે તમારા ફાળે.

16 June 2013

જાણુ પ્રભુ નો પ્રસાદ,માણુ પલ-પલ આસ્વાદ,
મળ્યુ  છે  જે  મુજ  ને  તે  જીવન જીવવુ છે.
સાથે લઇ ને ખુમારી,  કરૂ  વિશ્વ ની સવારી,
ક્ષીતિજો   ની   પારે   જીવન   જીવવુ   છે.
બજાવી   ફરજ ! પૂર્ણ કરી સૌ ની અરજ !
પછી  મુક્તતા  નુ  જીવન  જીવવુ  છે. !
ખોજ મા  છુ હુ  જેની,  સાચી ફતેહ ની!
બની એનો વ્યસની જીવન જીવવુ છે.
બોલબાલા નકલી ફૂલો ની,નથી એવી આશા,
અતિ નાનુ ભલે ,સાચુ જીવન જીવવુ ચછે.
માધવ ને હુ જાણુ ,વિચારો એના સદા ને હુ માણુ
બની એના પ્રતિબિંબ મારે જીવન જીવવુ છે,
નથી યોગ્યતા મનની એવી,પરબ્રહ્મ પામવા જોઇએ છે જેવી.
બસ એનાજ પ્રતિબિંબ મારે જીવન જીવવુ છે,
કરી કૈક એવુ જીવન જીવવુ છે,પ્રભુ ને પણ સદા જીતવુ છે.
મરી ને મુજને જીવન જીવવુ છે, મરી ને મુજને જીવન જીવવુ છે,


(In year 2004)