28 December 2010

શ્રી ગણેશાય નમ:

પ્રયત્ન વગર લખવું હતું.માટે જ યાદો પર લાખવા નું પસંદ કર્યુ. સ્વાદ ચખાડવો છે. પણ તમને મારી રીતે.
હાં તમારી યાદો ને પળવાર માટે મને આપી જુઓ.શબ્દ ની શક્તી થી એને time machine માં ફેરવી અને ક્લ્પના માં એ પળ ને પછો જીવંત આપણે કરીશુ. કેવો રોચક વિચાર !
આ વિચાર ની કલ્પ્ના પણ અ-વિસ્વનીય લાગે છે.અને થોડીક મિઠી પણ લાગે છે ને? તો આવોને આ કલ્પના સાકર કરીએ. આવો જાણી જોઇ ને પળ વાર માટે ખોવાઇ જઇએ..............................................
ભૂલી જઇએ આ સમય ની ક્રુરતા ભરી એ વાસ્તવિક્તા ને.
ભૂલી જઇએ જગત ની દ્રાવક વાતો ને.
ભૂલી જઇએ એ ડહાપણ ભર્યા જીવન નાં સિધ્ધાંતો ને.
કદાચ આ બધું વ્યહવાર માં આવીજ જાય છે. પણ પળ વાર માટે એને છોડો.
અને આ પળ ને સહજતા થી સ્વસી જૂઓ.