16 July 2016

તારું વ્યક્તિત્વ એ સમાજ ની જ દેન છે,
સ્વતંત્ર મિજાજી હોવાનો તારો ખોટો વ્હેમ છે.

વ્યક્તિત્વ મોટે ભાગે છે તમારો વ્યહવાર,
એ ઘડાયા પછી જ થાય છે તમારી સવાર.

જુદાપણા નો મિજાજ એ તો મોઘમ ભાર છે,
સામાજિક પ્રાણી એજ સાચી ઓળખાણ છે.

સમાજ ની સમજ અધ્યાત્મ નો અગ્ર ભાગ છે,
આધ્યાત્મિક પ્રગતિ ની એ તો રજુઆત છે,
-મ ન ભટ્ટ

શું એટલો સમય થઇ ગયો ?
કે પછી...
આ ઝડપી પરિવર્તન છે.
મારા ઘર ના રસ્તા પર એક સ્કુલ ફ્રેન્ડ નું ઘર આવે છે.
પહેલા તેની બા હોય કે મમ્મી હોય અમારે કેમ છો?કેમ નહી? આખો થી થઇ જતું હતું એ ઘર ઓળખીતું લાગતું હતું.
પણ આજે...
તે વિદેશ છે,તેના બા દુનિયામાં જ નથી,તેના મમ્મી લાચાર થઈ ગયા છે,
હવે તેના ઘર પાસે થી પસાર થઉ ત્યારે એ મકાન અજાણ્યું લાગે છે.
શું એટલો સમય થઇ ગયો?
આ લખાણ લખતા ગુલઝાર સાહેબ  યાદ આવી ગયા.

તારી ગલી,અને તું જ ના જોવા મળે,
સાલું રોજે રોજ એવું અમને ના પરવડે.

સમય સંજોગો ની છે વિપરીતતા માન્યું,
શું એવો મતલબ છે કે શ્વાસ લેવા ના મળે,

સ્માર્ટ ફોન ના જમાના માં સ્માર્ટ થા મનન,
છોડીદો  અક્ષર,તો આખી  બારાખડી મળે.

કાળ ગણના કરવામાં થાપ ખાઈ ગયા તમે,
વીતી ગયેલ સમય હવે  કોઈનેય ના મળે.