27 February 2011

દુખ મા જોતરાવા નું મને નહી ફાવે.
તારી રીતે જીવવા નું મને નહી ફાવે.

છે જીવન માં દુખ પારાવાર પણ ,
સાચુ ક્હું તો રડવા નુ મને નહી ફાવે.

આ રીતે તો જાત ને છેતરી શકો,
કહી દો સ્વપ્ન જોવાનું મને નહી ફાવે.

માપ ટુંકુ પડી જશે મને માપવા જતા,
આ એકમ માં માપવાનું મને નહી ફાવે.

કદર કોણી થઇ તો માંગી રહ્યો છે તું?
ભિખારી છું આપવા નું મને નહી ફાવે.

શક્ય છે ક્યારેક વિરાટ પણ બની શકુ.
એ ત્રણ ડગલા માપવાનું મને નહી ફાવે.


શાણપણ છે ભૂત કાળને ભૂલી જવામાં,
તો વર્તમાન માં જીવવાનું મને નહી ફાવે.
એક ચેતવણી છે,
એનો સ્વર ચેતવણી જેવો જ રખજો.
વાત આપણી છે,
કદાચ આપણા સૌની,
આપણા જીવન ના મુલ્યો,સિધ્ધાંતો ની.
હા એ સિધ્ધાંતો, જીવન ના સિધ્ધાંતો માત્ર સમુદ્ર ના કિનારે આવેલ ખડક જેવા તો નથી ને?
એક તો ખડક છે. અને વળી એ કિનારે જ રહી સાગર ની ઉંડાઇ માપવા નો પ્રયત્ન કરે છે.અરે માપી લે છે, પણ છીછરી...........
એ સાચી ઉંડાઇ તો નથી ને?પણ ખડક ને એવો જ ભ્રમ છે.
કદાચ પરિસ્થિતી હશે એ ભ્રમ પાછળ કારણ. પણ છે તો એ ભ્રમ જ .
આ અગાધ સાગર ની ઉંડાઇ છે એના માટે ભ્રમ.
આપણે ભલે સત્ય જાણતા હોઇશું.અથવા એની નજીક હોઇશું પણ ખડક માટે તો આપણ ને છે ભ્રમ.
કુદરત એના સાચા મૂલ્યો દેખીતે રીતે ક્યાં ઉજાગર કરે છે?
તમને જરૂર હોય તો શોધો, શોધી શકો તો શોધો. કુદરત એ શોધ માં એનો ભાગ ભજવી શકે છે.
આ શોધ માટે હિમાલય જવાની જરૂર નથી લાગતી! તમારી નજર હશે તો ચા ની ચૂસ્કી લેતા-લેતા,પાન ખાત-ખાતા કે સિગરેટ ફૂકતા એ સત્ય મલી જશે.
એનો અર્થ હિમાલય ના મહત્વ ને ઓછુ આંકવા નો થતો નથી. અબને એવો થાય તો કરી જુઓ.
પણ એવા અર્થ શોધવા નો શો અર્થ?
શોધવું જ છે.તો શોધો સાગર ની સાચી ઉંડાઇ, પર્વત ની ખરી ઉંચાઇ.
જમીન ના સ્તર થી.
એ શોધતા કદાચ ને સત્ય મળી જાય........

18 February 2011

ચેતવણી...................

શ્રી ગણેશાય નમ:
ઉચાઇ આકાશ લગી માપી ના શકો તો કંઇ નહી,
અનંત પણ એક આખું માપ છેજ ધ્યાન રાખજો.

સપનાઓ જોયા,ઘણા જોયા હશે એતો અઢળક,
સપના ય ધારો તો સાચા પડે છે ધ્યાન રાખજો.

નિખાલસતા એ નથી કે મારી ખામી હુંજ બતાવુ,
એવુંજ હોય તો ખુબીઓ ની પણ દરકાર રખજો.

અંધારા માં રાત્રે દોડતા મારું પાકિટ પડી ગયું
અજવાસ માં એય પાછું તો મળશે યાદરાખજો.

03 February 2011

શૂન્ય

શૂન્ય થી અગળ વધ્યો છુ,

શૂન્ય ને જીવતો રહયો છું.

શૂન્ય થી સર્જન થયુ છે.
શૂન્ય માં ઘણું સમાય છે.


શૂન્ય સાપેક્ષ નો આધાર,
શૂન્ય વગર નિરપેક્ષ ઉધાર્.

જીવન નુ સંગીત શૂન્ય
,

મ્રુત્યુ નું મૌન પણ શૂન્ય.


અંત શૂન્ય આરંભ શૂન્ય,

અત્ર તત્ર અને સવત્ર શૂન્ય.