09 September 2010

દુ:ખ માં રડવું જરુરી તો નથી,
દર્દ ની એ વાતો જરુરી તો નથી.


દુ:ખ ની વ્યાખ્યા જો દર્દ થી થાય તો,
દુ:ખ ની હાજરી જરુરી તો નથી.


હા જીવન માં હસવુ-ખીલવું છે,
આ પ્રથા ની મંજુરી જરુરી તો નથી.

06 September 2010

દુ:ખ ના રોદણા રાગ થી ગાવા ની ટેવ પડી ગઇ છે.

પોતાની છે છ્તા એ પારકી ગણવાની ટેવ પડી ગઇ છે.



દુનિયા ના દરેક સંબંધો માં દુ:ખ શોધવા ક્યાં જાવ છો ?

દુ:ખ ની ફરતે ફેર-ફુંદરડી રમવા ની ટેવ પડી ગઇ છે.


અસ્તિત્વ ખોવાયું સહું નું ખોવાયેલા આજ સંબંધો માં,

એ પણ દુ:ખ ના રસ્તે શોધવાની ટેવ પડી ગઇ છે.



કોણ રોકી શકશે , જે દુ:ખ જીવન માં આવવાનું છે ?

દુ:ખ ને ય કલ્પના થી રંગવા ની ટેવ પડી ગઇ છે.

04 September 2010

સંબંધ


આજે યાદો ના નગર માં ફરવાનુ થયું,
ત્યારે સંબંધો ને નજીક થી જોવાનુ થયું.

ભુલ ક્યાં હતી? કોની હતી?શોધવા જતા,
આવ્યો વળાંક અને પાછું-વળવાનું થયું.

ક્યાં પહોંચી ગયા તમે આ વાત-વાત માં ?,
ફરી પાછું કોઇક ને એમજ મળવાનું થયું..................
ગઝલ લખવા ની વાર હશે,
પણ અહેસાસ ની વાર નથી.

શ્બદો ના હોઇ શકે મારી પાસે.
પણ અનુભવ ની અછત નથી.

જીવન ના દરેક છાયા મા મિત્રો,
ઉંમર ને કોઇનુ ય માન નથી.

સ્નેહી થી મળશે દુખ અગર,
તો એને સંબંધો ની લાજ નથી.

સમય ના હાથે ઝખમ ચાખો તો,
એને તો કોઇ ની પણ લાજ નથી.