11 January 2011

મુકક્દર ને ફરી પુછવા ક્યાં જવું?
ના વહયાં એ આસું લુછવા ક્યાં જવું?

એ ક્ષણો તો મારા ક્યાર ના વિતી ગયા.
યાદો ને પાછી શણગારવા ક્યાં જવું?

વર્તમાન પણ ક્યાં હવે સચવાય છે?
ફિલસુફી ઘોળી ને પીવા ક્યાં જવું?

જીવન ની મારી વ્યાખ્યા હું જ જાણું છું,
ડોળ કરો તો સમજાવવા ક્યાં જવું?

શાયરી થી ખોટ તો પુરી શકો બાકી,
દર્દ નો દરિયો ઠાલવવા ક્યાં જવું?

10 January 2011

મારી અને તકદીર ની એક દિવસે બનશે જરુર,
તેથી જ તો લબભગ થાય છે મને મારા પર ગુરુર.