26 June 2012

કાળ જુનો છે, પણ વાત આજ ની છે.આપણી..,આપણી પોતીકી ,
એક *સજ્જન ચોર હતો,
હા એ વ્યક્તિ સજ્જ્ન હતો  ઉપર ઉપર થી પણ એ  ચોર વિધ્યા મા નિપુણ હતો.
(આપણી હીન્દી ફિલ્મો ના 80 "s ના વિલનો જેવા.)
એની મુખ્ય પ્રવ્રુત્તિ ચોરી હતી.
જોકે એ સમાજ મા સજ્જન ના વેશ મા રહેતો હતો તેથી  તે ચોર ને પકડવો અશક્ય હતો.
તે ખૂબ મોટી-મોટી ચોરી ને પાર પાડવા લાગ્યો,
આમ જ સમય જતા તેનો ભય ફેલાવા લાગ્યો,
તેની બદનામી પણ તેનુ નામ કરતી ગઇ.(લખવુ પડે છે) તેનુ નામ ફેલાવા લાગ્યુ,
તેથી...................
તે પ્રદેશ ના રાજા ની ચિંતા ખૂબ વધવા લાગી .વળી તેમનુ સૈન્ય  અથાગ પ્રયત્ન છતા  પણ ચોર ને પકડી શક્તુ ન હતુ.
છેવટે...........
રાજા એ એક જાહેરાત કરાવી...

"જે કોઇ પ્રજાજન મર્યાદીત સમય મા આ ચોર ને પકડવા ની ઝૂંબેશ હાથ ધરશે તેને ઝૂંબેશ ના  સમય પૂરતો સૈન્ય નો સેનાપતિ બનાવવા મા આવશે,અને ચોર પકડાઇ જતા તેને ઉપહાર ના રૂપ મા  અડધુ રાજ્ય આપવા મા આવશે ,અને જો તે વ્યક્તિ આમ કરવા મા અસફળ જશે તો રાજા તેને દંડ કરશે"
તે સંર્દભે હજારો પ્રજાજનો ની અરજી રાજા ના કર્યલય મા આવી,તેમા આ સજ્જન  ચોર ની પણ અરજી હતી.
અને જોગાનુ જોગ આ ચોર ની અરજી આ જ ચોર ને પકડવા પસંદ કરાઇ.


હા તો...........................
તમને  શુ લાગે છે?આ ચોર મર્યાદીત સમય મા ચોર ને પકડી શકશે?


-સંકલિત
આચાર્ય ભાણદેવ  ના પુસ્તક" જીવન ના રહ્સ્યો" માથી.

*આ ચોર આપણો અહંકાર છે. 

No comments:

Post a Comment