20 August 2011

પાણી નો રેલો આવે ત્યારેજ ભીનુ-ભીનુ લાગે છે.

સમય છે, જીવન છે , બધુ બદલાય છે,
તળાવ થી નદી વધુ પવિત્ર મનાય છે.

પરિવર્તન, નિયમ છે એતો સંસાર નો,
ભૂતકાળ, વર્તમાન માંતો ક્યાં જીવાય છે?

અનુભવ વાકય ને ક્યારેય નહી છેતરે,
સમજ સામાન્ય હોય ત્યારે ક્યાં સમજાય છે?

જમાના ની ક્રુરતા, કે નથી કોઇ કોઇ નું,
વગર ચશ્મા એ મને ઝાખુ જોવાય છે.

હકારત્મકતા આભાસ નથી કારિગર નો,
ચરૈવેતિ-ચરૈવેતિ વેદ માં ગવાય છે.


--મનન ભટ્ટ(with absolute proud)

No comments:

Post a Comment