જાણુ પ્રભુ નો પ્રસાદ,માણુ પલ-પલ આસ્વાદ,
મળ્યુ છે જે મુજ ને તે જીવન જીવવુ છે.
સાથે લઇ ને ખુમારી, કરૂ વિશ્વ ની સવારી,
ક્ષીતિજો ની પારે જીવન જીવવુ છે.
બજાવી ફરજ ! પૂર્ણ કરી સૌ ની અરજ !
પછી મુક્તતા નુ જીવન જીવવુ છે. !
ખોજ મા છુ હુ જેની, એ સાચી ફતેહ ની!
બની એનો જ વ્યસની જીવન જીવવુ છે.
બોલબાલા નકલી ફૂલો ની,નથી એવી આશા,
અતિ નાનુ ભલે ,સાચુ જીવન જીવવુ ચછે.
માધવ ને હુ જાણુ ,વિચારો એના સદા ને હુ માણુ
બની એના જ પ્રતિબિંબ મારે જીવન જીવવુ છે,
નથી યોગ્યતા આ “મન” ની એવી,પરબ્રહ્મ પામવા જોઇએ છે જેવી.
બસ એનાજ પ્રતિબિંબ મારે જીવન જીવવુ છે,
કરી કૈક એવુ જીવન જીવવુ છે,પ્રભુ ને પણ એ સદા જીતવુ છે.
મરી ને મુજને જીવન જીવવુ છે, મરી ને મુજને જીવન જીવવુ છે,
(In year 2004)
No comments:
Post a Comment