21 September 2011

સુવર્ણ ઇતિહાસ જોવાતો થઇ ગયો.
અવરોધ સમ હુંજ ઉભો થઇ ગયો

વર્ષા ને કાગળમાં ખૂબી થી નિભાવતા
ભરેલી નોટ મા આજે કોરો થઇ ગયો.

હકીકત અને વિધાયક મા ગુચવાયો,
પછી બે શબ્દો અવગણતો થઇ ગયો.

બધુ નાટક કહુ હિંમત નથી મારી
ઇશારે હું તાળી વગાળતો થઇ ગયો.

શબ્દ માંગે પરિવર્તન એમાં નવુ શુ?
બસ ફરીથી દુખ ધુમાડો થઇ ગયો.

આ બદલાવ, પહેલા હું પ્રાથના બદલુ.
અને મને પરિચય પોતાનો થઇ ગયો.

શરીરે મન, મનન મા ગુચવાયોતો ,
રસ્તો પકડ્યો ને હું કિનારે થઇ ગયો.

-મનન ભટ્ટ.

No comments:

Post a Comment