11 January 2011

મુકક્દર ને ફરી પુછવા ક્યાં જવું?
ના વહયાં એ આસું લુછવા ક્યાં જવું?

એ ક્ષણો તો મારા ક્યાર ના વિતી ગયા.
યાદો ને પાછી શણગારવા ક્યાં જવું?

વર્તમાન પણ ક્યાં હવે સચવાય છે?
ફિલસુફી ઘોળી ને પીવા ક્યાં જવું?

જીવન ની મારી વ્યાખ્યા હું જ જાણું છું,
ડોળ કરો તો સમજાવવા ક્યાં જવું?

શાયરી થી ખોટ તો પુરી શકો બાકી,
દર્દ નો દરિયો ઠાલવવા ક્યાં જવું?

No comments:

Post a Comment