09 September 2010

દુ:ખ માં રડવું જરુરી તો નથી,
દર્દ ની એ વાતો જરુરી તો નથી.


દુ:ખ ની વ્યાખ્યા જો દર્દ થી થાય તો,
દુ:ખ ની હાજરી જરુરી તો નથી.


હા જીવન માં હસવુ-ખીલવું છે,
આ પ્રથા ની મંજુરી જરુરી તો નથી.

1 comment:

  1. ખુશી રેતી જેવી હોય છે,..જેટલા પ્રયત્નો કરો એને મુઠી માં પકડવાની એ એટલી જ જલ્દી એ આંગળીઓ માંથી નીકળી જાય છે

    ReplyDelete