આ રીતે સુંદર મઝા નુ કામ થઇ ગયુ.
ધુળો ની ડમરી ઉડી ને ગામ થઇ ગયુ.
તારા જ અવાજ નો પડઘો પડ્યો હશે,
લાગ્યુ પત્થર પર મારુ નામ થઇ ગયું
પંચ-મહાભૂત ને તેમા સામ્યતા તો છે.
માટી નુ નામ કેમ બદનામ થઇ ગયુ.?
મારી ધીરજ મુજ ને અધીરાઇ થી પુછે છે,
પરોઢ્ નું નામ ક્યારથી શામ થઇ ગયુ.?