05 September 2025

જઈ રહ્યું છે

શબ્દો ના અંધારપટ માં આ શું થઈ રહ્યું છે,
કંઈક નવું કઈક ગુલાબી કાઈક તો થઈ રહ્યું છે,

એટલે જ તો હું ય ઘૂંટતો નથી આ શબદ ને,
જે પણ થઈ રહ્યું છે કઈક તો સારું થઈ રહ્યું છે.

છુપાઈ ને જ એ આ રમત રમતો રહ્યો છે કાયમ,
હરાવવામાં ભલે હો જીતાડવા જએ થઈ રહ્યું છે.

અંધારા ના ગર્ભ માં પ્રકાશ હોઈ શકે છે એ કલ્પના,
ફક્ત માન્યતા ના ધોરણે જગત આખું જઈ રહ્યું છે


મનન નલિનભાઈ ભટ્ટ


No comments:

Post a Comment