17 March 2017

અંધારામાં હું મારા રૂમ માં પ્રવેશ્યો ત્યાં...
કમ્યુટર ના સ્ક્રીન  ની લાલ લાઈટ ,કોમ્યુટર ના માઉસ ની વાદળી લાઈટ,ઈન્ટરનેટ ના મોડમ ની લીલી લાઈટ, જોતા વિમાન ના કોકપિટ નો નક્કર આભાસ થયો
 અને
લાઈટ ની સ્વીચ પાડતા દિવાસ્વપ્ન ની પોતાના હાથે તૂટવા ની લાગણી થઈ આવી.

11 January 2017

અમરત્વ ના સંતાન અમે.
આનંદ ના વધામણા અમે,
સુખ-દુ:ખ ના રોળી શકશે.
બીજ અનંત ના દાણ અમે.

07 August 2016

આજે મેં જ મારી જાત ને પૂછી લીધુ "શું મિત્રતા ને ઉજવવા કોઇ ખાસ દિવસ હોઇ શકે?"

જો આ મધુર સંબંધ ની ઉજવણી હર હંમેશા જીવન માં ચાલતી રહેવી જોઇએ તો..............
તો એ આજે ય કેમ નહી?
ક્યારેય ખંડિત ન થનાર મિત્રતા ને નથી  જરૂર  તમારા ઉપહાર કે લાગણી સભર વાક્યો ની.
એ તો મસ્ત રહે છે તમારા સ્વાસ થી.........................

Happy friendship Day.

16 July 2016

તારું વ્યક્તિત્વ એ સમાજ ની જ દેન છે,
સ્વતંત્ર મિજાજી હોવાનો તારો ખોટો વ્હેમ છે.

વ્યક્તિત્વ મોટે ભાગે છે તમારો વ્યહવાર,
એ ઘડાયા પછી જ થાય છે તમારી સવાર.

જુદાપણા નો મિજાજ એ તો મોઘમ ભાર છે,
સામાજિક પ્રાણી એજ સાચી ઓળખાણ છે.

સમાજ ની સમજ અધ્યાત્મ નો અગ્ર ભાગ છે,
આધ્યાત્મિક પ્રગતિ ની એ તો રજુઆત છે,
-મ ન ભટ્ટ

શું એટલો સમય થઇ ગયો ?
કે પછી...
આ ઝડપી પરિવર્તન છે.
મારા ઘર ના રસ્તા પર એક સ્કુલ ફ્રેન્ડ નું ઘર આવે છે.
પહેલા તેની બા હોય કે મમ્મી હોય અમારે કેમ છો?કેમ નહી? આખો થી થઇ જતું હતું એ ઘર ઓળખીતું લાગતું હતું.
પણ આજે...
તે વિદેશ છે,તેના બા દુનિયામાં જ નથી,તેના મમ્મી લાચાર થઈ ગયા છે,
હવે તેના ઘર પાસે થી પસાર થઉ ત્યારે એ મકાન અજાણ્યું લાગે છે.
શું એટલો સમય થઇ ગયો?
આ લખાણ લખતા ગુલઝાર સાહેબ  યાદ આવી ગયા.