30 June 2011

Most Argent:

Everybody please note down.

yahoooooooooo........

My new address:- "safalata"bunglows,

Shakyata Nagar Society,

Nr."tammana House" ,

oppo.ekalata Town ship,

Ta:-Mulya

Jil.DAHOD.389151

27 June 2011

માનવ

ઓ સાહેબ!હું બહુ સામન્ય માનવી છું,
સુખ માં હસી ને દુખ માં રડી લઉ છુ.

થોડો પ્રકાશ મળશે એવી અપેક્ષાએ,
હવા ના ખાલી પણા માં દેખી લઉ છું

સાવ સરળ પડ્શે મને સમાવવો,
વાતો થી હવા-મહેલ બંધાવી લઉ છું.

21 June 2011

મારી શ્રધ્ધા નથી રહી માત્ર નામ ની,

કારણ છે ઘણા લાગી શર્ત રામ ની.


તારા તરફ ની મારી કેવી સભ્યતા.

આ કચરા ની જગ્યા તારા કામ ની


બુધ્ધિ વ્યર્થ દોડાવું તોય મુર્ખ નથી હું.!

તારી જરુરત છેવટે મારા હરામ ની.


તારા તરફ ની દોડ નું કારણ એ,

આખી જગા તો હશે તારા જ નામ ની.

10 May 2011

આ રીતે સુંદર મઝા નુ કામ થઇ ગયુ.
ધુળો ની ડમરી ઉડી ને ગામ થઇ ગયુ.

તારા જ અવાજ નો પડઘો પડ્યો હશે,
લાગ્યુ પત્થર પર મારુ નામ થઇ ગયું

પંચ-મહાભૂત ને તેમા સામ્યતા તો છે.
માટી નુ નામ કેમ બદનામ થઇ ગયુ.?

મારી ધીરજ મુજ ને અધીરાઇ થી પુછે છે,
પરોઢ્ નું નામ ક્યારથી શામ થઇ ગયુ.?

06 May 2011

નઝર...........................

બસ તમારી નજર નો સવાલ છે,
માપવા માં તો બધેજ ગોલમાલ છે.

આ સિધ્ધાંતો નથી રહેવાના કાયમ,
નાચવું ય પડે આ તો સમય નો તાલ છે.

કૈક મેળવવા આપવું તો પડશે,
પહેલા જ જુઠવવાની આ ચાલ છે

લોકો ની પરવા આમ કરવી પડે છે,
ડુબી મરો મને સૌથી ઓછા સવાલ છે..